Where am I?
Monday, 18 January 2010
ગુજજુ ટુરિસ્ટોના ‘ટોપ ટેન’ સંગાથી
દુનિયાભરમાં ઘૂમી વળતા ગુજરાતી ટુરિસ્ટોને તમે જો પૂછો કે ‘ગ્લોબ ટ્રોટર એટલે શું?’ તો તમને સામું પૂછશે ‘ઐ કયાં આવ્યું? જોવા જેવું છે?’ (તમારા મનમાં પણ આવા સવાલો ઊઠતા હોય તો જાણી લો કે ગ્લોબ ટ્રોટર એટલે દુનિયાભરમાં ઘૂમનાર). આવા ગુજજુ ટુરિસ્ટોની સાથે અમુક ખાસિયતો હંમેશાં જોડાયેલી જ હોય છે. આવો, જોઇએ એમની ટોપ ટેન હેબિટ્સ...
*ભીડ
જો તમે કોઇપણ અલ્પેશ, કલ્પેશ કે જલ્પેશને એમ કહો કે ‘બોસ, તમે કદી નર્મદાના ભેડાઘાટ અને બીજી કોતરોમાં બોટિંગ કરવા ગયા છો? ત્યાં અદભૂત શાંતિ હોય છે’ અથવા કહો કે ‘ડેન્માર્કમાં તમે ગામડાંમાં ગયા છો? ત્યાં ગજબનું સૌંદર્ય પથરાયેલું છે.’
તો દરેક અલ્પેશ, કલ્પેશ કે જલ્પેશ તમને સામો સવાલ પૂછશે: ‘એમ? ત્યાં બહુ બધા લોકો જાય છે?’
જેવું તમે કહો કે ‘અરે ના યાર! ત્યાં તો કોઇ ભીડભાડ હોતી જ નથી!’ તરત જ અલ્પેશ, કલ્પેશ, જલ્પેશનાં મોં ઊતરી જશે:
‘જ્યાં કોઇ જતું જ ના હોય, ત્યાં આપણે સુ લેવા જવાનું?’
ટૂંકમાં જ્યાં ભીડ ભેગી ના થતી હોય એવી કોઇપણ જગાએ જો ગુજરાતી ટુરિસ્ટ પહોંચી જાય તો એને ફાવતું જ નથી. ઊલટું, એને એમ થાય છે કે ‘બોસ, અહીં આવીને આપણે મૂરખ બન્યા. જુઓને, આપણા સિવાય અહીં કોઇ આવ્યું છે?’
ઇન શોર્ટ, ભીડ ઇઝ મસ્ટ.
*સામાન
ફોરેનના ટુરિસ્ટોને જોઇને ગુજરાતીઓ હંમેશાં નાકનાં ટીચકાં ચડાવે છે ‘ક્યાંથી આવા ને આવા હાલ્યા આવતા હશે? ચડ્ડી-બનિયાનધારી જેવા! સારાં કપડાં પહેરતાં શું થતું હશે આ ધોળિયાઓને?’
આપણે તો ગોવાના દરિયામાં માત્ર બે જ કલાક નહાવા જવાના હોઇએ તો પણ ચાર જોડી ચડ્ડી અને છ જાતનાં ટી-શર્ટ સાથે લઇ જવાના! એમાંય બૈરાઓને તો પ્રવાસ વખતે બે ડઝન બ્લાઉઝ, બે ડઝન સાડીઓ, બે ડઝન ડ્રેસ અને દરેકની સાથે મેચિંગ થાય એવાં સેન્ડલ, પર્સ અને નેકલેસ-એરિંગ-બંગડીઓ વગેરે સાથે લીધા વિના ચાલે જ નહિ! (એક આખી બેગ ભરીને તો નાઇટ-ગાઉનો હોય!)
બાર મોટી મોટી બેગોમાં ઠાંસીઠાંસીને સામાન પેક કરાવ્યા પછી કહેશે ‘લો, આ પ્લાસ્ટિકની ચાર ફોલ્ડિંગ બેગો તો અંદર મૂકવાની જ રહી ગઇ!’
‘ફોલ્ડિં બેગો? ખાલી? શેના માટે લેવાની છે?’
‘લ્યો, ત્યાં શોપિંગ નથી કરવાનું?’
*થેપલાં, ખાખરા, ભાખરવડી, ભૂસું...
આપણે યુરોપની ટુરે જઈએ ત્યારે પણ, સાથે થેપલાં, ખાખરા, ભાખરવડી, ઝીણી સેવ, લીલો ચેવડો, દાળમૂઠ, ચણાની દાળ, સીંગ ભૂજિયાં, તળેલા કાજુ... આવું બધું સાથે લઇને જ જવું પડે.
કારણ શું? ‘બેઠક’માં મન્ચીંગ તો જોઇએ ને!
અને એ બધું, માની લઇએ કે લંડનના લેસ્ટરમાં મળી જાય. પણ નાયગ્રા ફોલ્સની બાજુમાં તો જૂના શેરબજારવાળાની ચવાણાની દુકાન ના જ હોય ને?
*બેઠક
‘સુ પછી, આજે બેસવું છે ને?’
આ સંવાદ તમને દરેક ગુજરાતી ટુરિસ્ટોની પેકેજ ટુરમાં લગભગ દર બીજે દિવસે સાંભળવા મળે.
‘હા યાર, આજે તો બેઠક કરી જ લઇએ!’
નિર્દોષ અને અજ્ઞાની સજ્જનોને માલમ થાય કે ગુજરાતના ટુરિસ્ટો જયારે ફરવા નીકળે છે ત્યારે એમનાં સ્વર્ગસ્થ સ્વજનોનાં બેસણામાં ‘બેસવા’ની વાતો નથી કરતા. આ તો દારૂ પીવાની ‘બેઠક’ની વાત થાય છે!
ગમે એટલા રમણીય સ્થળે કેમ ના ગયા હોઇએ, રાતના બે અઢી વાગ્યા સુધી ‘બેઠક’ કરીને પીવાનું, અને બીજા દિવસે બપોરે બાર વાગ્યા સુધી હોટલના રૂમમાં જ ઊંધ્યા કરવાનું!
અમદાવાદથી માઉન્ટ આબુ જનારા ગુજરાતી સહેલાણીઓ પહોંચતાંની સાથે જ ‘બેઠક વ્યવસ્થા’માં પડી જાય છે: ‘એ કલ્પા, (એટલે કલ્પેશ) તુ ને અલ્પો (એટલે અલ્પેશ) કોઇ સારી હોટલ શોધવાનું કરો, તાં લગીમાં હું ને જલ્પો (એટલે જલ્પેશ) પરમિટનું પતાઇને આઇએ છીએ!’
*ચેનલો
સિંગાપોરમાં જઇએ કે સ્વિડનમાં, અને ગમે એવી મોટી ફાઇવ-સ્ટાર હોટલ કેમ ના હોય, ત્યાંના સ્વિમિંગ પૂલો નહિ જોવાના, જીમ્નેશિયમો નહિ જોવાના, પણ રૂમમાં ઘૂસીને સૌથી પહેલાં ટીવીની તમામ ચેનલો ફેરવીને ચેક કરી લેવાની!
પછી તરત જ ફરિયાદ કરવાની ‘સ્ટાર ઉત્સવ નોટ કમિંગ? માય ગ્રાન્ડ મધર વોચિંગ ઓલ્ડ એપિસોડ્સ ઓફ ઘર ઘર કી કહાની, નો! એન્ડ સહારા-વન ઓલ્સો નોટ કમિંગ? ધેન હાઉ વી વોચ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વન-ડે, હેં?’
*સિન-સિનેરી પોઇન્ટ
દરેક ગુજરાતી ટુરિસ્ટ લકઝરી કોચમાંથી ઊતરતાંની સાથે પહેલો સવાલ આ જ પૂછે છે: ‘અહીં જોવાલાયક શું છે?’ કોચમાં એસી હોય અને બહારની ગરમી અંદર ના આવી જાય એટલા માટે તેના કાળા કાચ હંમેશાં બંધ જ રાખવાના! સો કિલોમીટરના રળિયામણા રસ્તાની મુસાફરી દરમિયાન ડોકિયું કરીને એકવાર પણ બહાર જોવાનું નહિ, પણ ઊતરતાંની સાથે જ પૂછવાનું ‘અહીં જોવાલાયક સિન-સિનેરી કેટલી છે?’
વળી ગુજરાતીઓ કશું સૌંદર્ય માણવામાં માનતા જ નથી. બધું ‘પતાવી’ નાખવામાં જ માને છે! ‘આજે તો સાતે સાત ટુરિસ્ટ પોઇન્ટ પતાઇ દીધા!’
*રસોઇયો (મહારાજ)
ગુજરાતની બહાર જતા ગુજજુ ટુરિસ્ટો માટે આ એક અનિવાર્ય એસેસરી છે: રસોઇયો! આપણે ઇટાલી જઇ આવીએ, સોનિયાજીના પિયરના ગામના બે ફોટા પણ ખરીદતા આવીએ પણ ત્યાંનો ઓરિજનલ પિત્ઝા નહીં ખાવાનો! તમે જો પિત્ઝાનું પૂછો તો સામું પૂછશે ‘કેમ, પિઝાનો ઢળતો મિનારો તો કાલે જ ના પતાવ્યો?’ આ રસોઇયાઓ માટે ભલભલી ફાઇવ સ્ટાર ઇન્ટરનેશનલ હોટલોનાં રસોડાઓ પણ બુક કરાવવાં પડે છે. મહારાજો જતાંની સાથે જ કીચનને ખૂણે ખૂણેથી ધોઇને સ્વચ્છ કરે છે, પછી એમાં ય બે ભાગ પાડે છે: એક તરફ જૈન અને બીજી તરફ કાંદા-લસણ!
*શોપિંગ!
પેલી બાર મોટી મોટી બેગોમાં જે ચાર ફોલ્ડિંગ પ્લાસ્ટિક બેગો પેક કરેલી તે યાદ છે ને! હવે એ બેગો ભરવા માટે જ ‘સોપિંગ’ કરવાનું છે! ગુજરાતીઓ સાઇટ-સીઇંગમાં જેટલો ટાઇમ પસાર નથી કરતા એનાથી બમણો સમય શોપિંગમાં વાપરે છે. અચ્છા, બમણો સમય કેમ થાય છે? કારણ કે દરેક ખરીદી વખતે કેલ્કયુલેટરમાં ગુણાકાર કરીને વસ્તુની પ્રાઇસ રૂપિયામાં કાઢવાની, એમાંથી ડિસ્કાઉન્ટ બાદ કરવાનું, કસ્ટમ ડયુટી ઉમેરવાની, ફ્રેઇટ ચાર્જિસ ગણવાના અને જો મોટી ખરીદી કરીએ તો સ્પેશિયલ બારગેઇનમાં તમે શું આપશો એની રકઝક કરવામાં ટાઇમ જાય કે નહિ?
*ફોટા
જલ્પા આન્ટી સ્વિમિંગ પૂલમાં નહાતાં સારાં લાગે? જરાય નહિ! ગોરધનકાકા વોટર-સ્કૂટર ચલાવતાં ગભરાતા હોય એવો ફોટો સારો લાગે? જરાય નહિ! અને ચુન્ના-મુન્ના બરફમાં સ્કેટિંગ કરતાં ગબડી પડયા હોય એવા ફોટા પડાય? કદી નહિ! ફોટામાં તો આપણે કોઇના રિસેપ્શનમાં ગયા હોઇએ ત્યારે જે રીતે લાઇનસર ઊભા રહીને બન્નો હાથ, પોતપોતાના થાપા પર ગુંદર વડે ચોંટાડી રાખ્યા હોય, એ રીતે જ ફોટા પડાવવાના! પછી સગાંવહાલાંને આલ્બમ બતાડતાં કહેવાનું ‘જુઓ, આમાં પાછળ ઓલું બિલ્ડિંગ દેખાય છે ને, ત્યાં ઓલાં મીણનાં પૂતળાંનું મોટું મ્યુઝિયમ છે ને, ત્યાં તમારા ભાઇ ભૂલા પડી ગયા, તા. બોલો!’

Subscribe to:
Posts (Atom)