Where am I?
Sunday, 27 December 2009
ચા બગડી...
ચા બગડી એની સવાર બગડી,
દાળ બગડી એનો દિવસ બગડ્યો,
સાસુ બગડી એની જિંદગી બગડી.
આ ત્રણેયમાં ચકાચૌંધ કરી દે એવું સામ્ય છે.
ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે!
ઊકળવું એ જ એમનો સંદેશ.
ઊકળે નહિ ત્યાં સુધી જામે ય નહિ.
પરફોર્મન્સ જ ના આપે.
ઊકળે તો જ પરસનાલીટીમાં નિખાર આવે.
નિખાર એટલે કેવો?
ચા ઊકળે તો લાલ થાય,
દાળ ઊકળે તો પીળી થાય અને સાસુ ઊકળે તો લાલપીળી થાય!
આ ત્રણેયના કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી!
એક સવાર બગાડે,
બીજી દિવસ બગાડે,
ત્રીજી જિંદગી બગાડે.
ચાની ચૂસકી, દાળનો સબડકો અને સાસુનો ફડકો!
આ ત્રણનું કોમ્બીનેશન તો જુઓ!
ત્રણેય સ્ત્રી જાતિ,
અને સુધારવું બગાડવું એના હાથમાં.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment