weather

Where am I?

Blog Archive

Wednesday, 10 March 2010

ધર્મ અને વીજ્ઞાન

મિત્રો,
મને કોઇએ મોકલેલું જોડકણાં જેવું ગીત આમ કાવ્યની દૃષ્ટિએ તો સામાન્ય છે. પણ એનો સંદેશ ખૂબ સરસ છે એટલે તમને મોકલું છું.

ધર્મ અને વીજ્ઞાન અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે; અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે. યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં; આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં. પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં; આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં. જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં; આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં. અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં; આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં. પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું લોકમાં; આપણે પુજાપાઠભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં. ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં; આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં. પર્યાવરણપ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં; આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં.. વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે દેશમાં; ફાલતુશાસ્ત્ર છે , છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે દેશમાં. સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં, સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય દેશમાં. લસણડુંગળીબટાકા ખાવાથી પાપ લાગે દેશમાં, આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ લાગે દેશમાં.

No comments: